છોડે છે શાને રે તું, આજનું કામ તો તું કાલ ઉપર
ગળી જાશે એ કાલ તો, તારી એ તો કાલને
કરી નથી શક્યો ઉપયોગ તું પૂરો, જ્યાં તું તારી આજનો
વળશે શું તારું, સોંપીને આજનું કામ તો તારી કાલને
બની નથી શક્યો ભાગ્ય વિધાતા, જ્યાં તું તારા ભાગ્યનો
સોંપે છે શાને રે તું, આજનું કામ તો તારી કાલને
કરી લેજે આજનું કામ તું આજે ને આજે, યાદ તું એને કરી કરીને
રોજનું કામ તો હોય છે રોજ, સહન કરી શકશે શું ભાર કાલ તારી આજનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)