સૂરજ ગયો છે રે જ્યાં ડૂબી, રાત ગઈ છે ત્યાં તો પડી
દઈ જાશે એ તો આરામ, કે ચિંતા આવશે ત્યાં તો ધસી
સમજણ તો પડી, પણ જીવનમાં તો જ્યાં એ તો ટૂંકી
ઉપાધિ અને ઉપાધિઓ, જીવનમાં આવશે ત્યાં તો ધસી
જીવન વિકારોમાં જાશે જ્યાં ડૂબી, બહાર નીકળવાની આશા જાશે તૂટી
બનશે મુશ્કેલ જીવવું ત્યારે, નિરાશા આવશે ત્યાં તો ધસી
જાગું જીવનમાં તો જ્યાં, સંતો ને વડીલોની આજ્ઞા તો ભૂલી
રાહ પતનની શકશું ના રોકી, જીવન પતનની ખીણ તરફ જાશે ધસી
પાણીમાંથી પોદા કાઢયા કરશું, હરઘડી વધી ના શકશું આગળ કદી
પડશું પાછા જીવનમાં જલદી, અસફળતા આવશે, જીવનમાં ધસી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)