થઈ જાય છે, બની જાય છે, જીવનમાં તો એવું
જબાન ચૂપ થઈ જાય છે, આંખ ત્યાં બોલતી જાય છે
થઈ જાય છે ક્યારેક એવું, બની જાય છે જીવનમાં તો એવું
જબાન તો ચૂપ થઈ જાય છે, હૈયું તો ચિત્કારી ઊઠે છે
થઈ જાય છે ક્યારેક તો એવું, બની જાય છે જીવનમાં તો એવું
આંખ આંસુ વહાવી નથી શકતી, હૈયું તોય રડતું જાય છે
થઈ જાય છે ક્યારેક તો એવું, બની જાય છે ક્યારેક તો એવું
ગોતે છે હૈયું તો જેને જીવનમાં, આંખ એને શોધી કાઢે છે
થઈ જાય છે ક્યારેક તો એવું, બની જાય છે ક્યારેક તો એવું
અજાણ્યા પ્રત્યે પણ હૈયું, જીવનમાં તો ખેંચાઈ જાય છે
થઈ જાય છે ક્યારેક એવું, બની જાય છે ક્યારેક તો એવું
નથી કહી શકતું તો જે હૈયું, આંખ બધું એ તો કહી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)