રહ્યું છે જીવનને તો ભાવો તાણતું, રહ્યા અમે ભાવોમાં તણાતા ને તણાતા
કરી કોશિશો જીવનમાં અન્યના ભાવોને જાણવા, રહ્યા અમે અમારા ભાવોથી અજાણ્યા
રાખી ના શક્યા ભાવોને ખુદના હાથમાં, રહ્યા તોય ભાવોની ફરિયાદ કરતા ને કરતા
ગઈ ભાવો તો સમજણને તાણી, રહ્યા ખુદને તોય સમજદાર અમે સમજતા
નિયંત્રણમાં ભાવોને રાખવાની વાતો કરતા, નિયંત્રણમાં એને રાખી ના શક્યા
કરી ઊભી મુસીબતોનો દુર્ભાવોએ તો જીવનમાં, ભાવો તોય જીવનમાં ના એ છોડયા
ભાગ્ય અમારું ના અમે એમાં ઘડી શક્યા, રહ્યા ફરિયાદ ભાગ્યની કરતા ને કરતા
બદલાતા ને બદલાતા ગયા ભાવો જીવનમાં, રહ્યા મંઝિલ અમે એમાં તો બદલતા
સુખના કિનારાની આવીને નજદીક રહ્યા, એ કિનારાને તો દૂર રાખતા ને રાખતા
નિયંત્રણ વિનાની નાવડી બની અમારી એમાં, રહ્યા એમાં અમે ઝોલાં ખાતા ને ખાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)