આ જગમાં રે તું, તારા જનમફેરાને છેલ્લો ફેરો બનાવજે
મળ્યો છે માનવદેહ તને, જીવન એવું તો જીવીને
આ જનમમાં રે તું, ગમે તો જપ જપીને કે તપ તપીને
સર્વ વિકારોને જીવનમાં તો, હૈયામાંથી દૂર કરી કરીને
જીવનમાં નિત્ય પ્રભુના નિર્મળ ભાવોમાં તો રહી રહીને
સુખદુઃખના ભાવોથી જીવનમાં, અલિપ્ત બનીને ને રહી રહીને
પ્રેમથી જીવનમાં સહુનાં હૈયાં જીતીને, પ્રભુભાવમાં રહી રહીને
જીવનમાં દયા ને કરુણાથી હૈયાને તો, પૂરું ભરી ભરીને
સત્ય અને અહિંસાને જીવનમાં અપનાવીને, એ પથ પર ચાલી ચાલીને
સર્વ વિકારોને જીવનમાં તો, પૂરી રીતે તો દૂર કરી કરીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)