નહીં ચાલશે, નહીં ચાલશે પ્રભુ, મને તારા વિના જીવનમાં નહીં ચાલશે
છે જરૂર તનડાને ભલે, ખોરાક પવન પાણીની - મને...
છે સુખદુઃખને તો, જરૂર તો સંજોગોની રે - મને...
છે તનડાને તો જરૂર, હૈયાની ધડકનની રે - મને...
છે શાનને જરૂર તો, જીવનમાં મહેલ-મોહલાતની રે - મને...
વીતે ભલે રે જીવન, ગરીબાઈને મુસીબતોમાં - મને...
છે જરૂર અહંને તો જીવનમાં, હા માં હા ભણનારાની - મને...
છે જરૂર જીવનને શાંતિની, મળશે શાંતિ તારાં ચરણમાં - મને...
છે તનડાને જરૂર હૈયાની, હૈયાની જરૂર તો છે તારા પ્રેમની - મને...
છે જરૂર મને જીવનની, છે જીવનને જરૂર તારાં દર્શનની - મને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)