1994-09-18
1994-09-18
1994-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=986
સુખ તો કાંઈ જોઈ શકાતું નથી, અનુભવ્યા વિના એ સમજાતું નથી

દુઃખમાં ડૂબેલાને બતાવો સુખનો કિનારો, કિનારો એને એ દેખાતો નથી
હોય હાથમાં જો કાંઈ, છોડયા વિના એને, બીજું કાંઈ પકડી શકાતું નથી
હાસ્યની કિંમત તો, જીવનમાં મોકળા મન વિના સમજી શકાતી નથી
ટપકી આંખથી દુઃખની આંસુની ધારા, ખાલી કર્યાં વિના હાસ્ય સ્પર્શી શકાતું નથી
મળ્યો અનુભવ સુખનો જ્યાં એક વાર, દુઃખ જીવનમાં ત્યાં જીરવી શકતું નથી
અન્યના સુખદુઃખની ધારા, સ્પર્શી જ્યાં હૈયે, હૈયાને તાણ્યા વિના રહેતી નથી
જીવનની આ અદૃશ્ય ધારા, એ ધારા જીવન પર કાબૂ ધરાવ્યા વિના રહેતી નથી
મળ્યું જેમાં જેને સુખ, એ સુખની ધારા પાછળ, એ દોડયા વિના રહેતા નથી
સુખદુઃખ તો છે જીવનની બદલાતી ધારા, સુખી કાયમ કોઈ જગમાં દેખાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha tō kāṁī jōī śakātuṁ nathī, anubhavyā vinā ē samajātuṁ nathī
duḥkhamāṁ ḍūbēlānē batāvō sukhanō kinārō, kinārō ēnē ē dēkhātō nathī
hōya hāthamāṁ jō kāṁī, chōḍayā vinā ēnē, bījuṁ kāṁī pakaḍī śakātuṁ nathī
hāsyanī kiṁmata tō, jīvanamāṁ mōkalā mana vinā samajī śakātī nathī
ṭapakī āṁkhathī duḥkhanī āṁsunī dhārā, khālī karyāṁ vinā hāsya sparśī śakātuṁ nathī
malyō anubhava sukhanō jyāṁ ēka vāra, duḥkha jīvanamāṁ tyāṁ jīravī śakatuṁ nathī
anyanā sukhaduḥkhanī dhārā, sparśī jyāṁ haiyē, haiyānē tāṇyā vinā rahētī nathī
jīvananī ā adr̥śya dhārā, ē dhārā jīvana para kābū dharāvyā vinā rahētī nathī
malyuṁ jēmāṁ jēnē sukha, ē sukhanī dhārā pāchala, ē dōḍayā vinā rahētā nathī
sukhaduḥkha tō chē jīvananī badalātī dhārā, sukhī kāyama kōī jagamāṁ dēkhātuṁ nathī
|