છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં ને ખુલ્લાં, પ્રવેશ તને તોય કેમ ના મળ્યો
કર્યું જીવનમાં એવું રે શું, પ્રવેશ હજી એમાં કેમ ના તું તો પામ્યો
રાત-દિવસ કરી ઉધામા, ગોત્યાં કારણ તો એનાં, દૂર કેમ ના એને કરી શક્યો
મસ્ત રહ્યા માયાની મસ્તીમાં, પ્રભુપ્રેમની મસ્તીમાં મસ્ત કેમ ના બન્યો
છોડયા ના વિકારો જીવનમાં, પ્રવેશ એની સાથે તો એમાં ના પામ્યો
મથી મળ્યું હતું શુદ્ધ જીવન તો જગમાં, વિશુદ્ધ એને તો ના રાખી શક્યો
દેખાયાં દ્વાર કદી લાંબે કદી પાસે, પ્રભુના પ્રવેશદ્વારમાં ના પ્રવેશી શક્યો
મન, ભાવ, બુદ્ધિ, વિચારોની વિશુદ્ધની, ચકાસણીમાં તો ઊણો ઊતર્યો
યત્નો ને યત્નો કરવા રહ્યા ચોખ્ખા એને, સફળ એમાં તો ના થયો
બન્યા જ્યાં ચોખ્ખા, જોઈ ના રાહ પ્રભુએ, સામે એ તો દોડી આવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)