છવાયા છે અનેક નશાઓ હૈયા ઉપર, નશા હજી એના ઊતર્યા નથી
દેખાય છે રાહ એમાં અનેક રાહ સાચી, હજી એમાં તો દેખાતી નથી
ઊતર્યા ના ઊતર્યા થોડાક નશાઓ, બીજા ચડયા વિના ત્યાં રહ્યા નથી
છવાયા જ્યાં અભિમાનના નશા હૈયે, જીવનની ખરાબી કર્યાં વિના રહ્યા નથી
ચડયા નશા અહંના તો જ્યાં હૈયે, દોષો કરાવ્યા વિના તો એ રહ્યા નથી
ચડયા નશા માયાના જ્યાં હૈયે, જીવનને સાચી રીતે સમજવા એ દેતા નથી
ચડયા નશા ક્રોધના જ્યાં હૈયે, સમજણ હર્યા વિના તો એ રહ્યા નથી
ચડયા નશા ઈર્ષાના જ્યાં હૈયે, જીવનમાં આગળ તો એ વધવા દેતા નથી
ચડયા નશા કામના તો જ્યાં હૈયે, જીવનમાં પતનની રાહમાં ધકેલ્યા વિના રહેતા નથી
ચડયા નશા પ્રેમના તો જ્યાં હૈયે, જીવનમાં બેચેન બનાવ્યા વિના રહ્યા નથી
ચડયા નશા ભક્તિભાવના જ્યાં હૈયે, ઊતર્યા ના જીવનમાં, પ્રભુને મેળવ્યા વિના રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)