કદી બુદ્ધિ તાણી જાય ભાવને, કદી ભાવ તાણી જાય બુદ્ધિને
બની જાય જીવનમાં એક બીજાના પુરક જ્યાં, જીવન ત્યાં બદલાઈ જાય છે
એક બીજા જ્યાં સાથમાં વરતતાં જાય, નાનું સ્વર્ગ ઊભું એ કરી જાય છે
મનની દખલગીરી જો એમાં ના થાય, જીવનમાં આગળ વધતા જવાય છે
મારતું ને મારતું રહે, બુદ્ધિ ઘા જો ભાવને, ભાવ ત્યાં તો મૂરઝાતા જાય છે
જીવન પર છવાયું જ્યાં વર્ચસ્વ એકનું, બીજું ક્ષીણ તો ત્યાં બની જાય છે
મૂરઝાયાં જીવનમાં જ્યાં બંને, સરકી શંકામાં જીવનને ઠેસ પહોંચાડી જાય છે
જિત બુદ્ધિની તો જીવનમાં, જીવનમાં મનમાં અહં તો ઊભો કરી જાય છે
બંનેની સાઠમારીમાં સફળતા તો જીવનમાં, ઝોલા ખાતી તો જાય છે
બંનેની સાઠમારી જીવનમાં, હૈયાંમાં તો અશાંતિ એ જગાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)