Hymn No. 5508 | Date: 05-Oct-1994
એક દિવસ આ જગ છોડતા, ચાલશે પ્રભુની અદાલતમાં મુકદ્દમો તારો
ēka divasa ā jaga chōḍatā, cālaśē prabhunī adālatamāṁ mukaddamō tārō
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-10-05
1994-10-05
1994-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1007
એક દિવસ આ જગ છોડતા, ચાલશે પ્રભુની અદાલતમાં મુકદ્દમો તારો
એક દિવસ આ જગ છોડતા, ચાલશે પ્રભુની અદાલતમાં મુકદ્દમો તારો
તારા ને તારા કર્મો હશે સાક્ષી તારા, ના સાક્ષી એના એ તો બદલાવાશે
નોંધાઈ ગઈ છે જુબાની એવી, નથી બદલી કોઈ એમાં તો કરી શકવાનો
ભેગાને ભેગા થાતા ગયા છે મુદ્દા, આધાર એના ઉપર તો રહેવાનો
આવશે ના કોઈ બીજા સાક્ષી સાથે, કર્મની જુબાની ઉપર તો ચાલવાનો
નહીં હશે કોઈ વકીલ ત્યાં, નહીં ચાલે કોઈ તારી વકીલાત ભરી દલીલો
નહીં માંગે કોઈ બીજા સબૂતો તારી પાસે, નહીં ચાલે તારો બીજો કોઈ હકદાવો
છે એ તો અનોખી રે અદાલત, છે ન્યાય એનો તો ખૂબ અનોખો
નહીં હશે ત્યાં કોઈ સવાલ પૂછનારો, નહીં હશે રે ત્યાં કોઈ જવાબ દેનારો
નહીં હશે કોઈ ઘોંઘાટ ત્યાં, આવશે તારે તારા અંતરનો અવાજ સાંભળવાનો વારો
લડયો ખૂબ મુકદ્દમા તું આ જગમાં, જગમાં થઈને માયા પાછળ આંધળો
હશે આ તારા કર્મનો મુકદ્દમો, નહીં ચાલે અન્યાય ને મળશે ન્યાયભર્યો ચુકાદો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka divasa ā jaga chōḍatā, cālaśē prabhunī adālatamāṁ mukaddamō tārō
tārā nē tārā karmō haśē sākṣī tārā, nā sākṣī ēnā ē tō badalāvāśē
nōṁdhāī gaī chē jubānī ēvī, nathī badalī kōī ēmāṁ tō karī śakavānō
bhēgānē bhēgā thātā gayā chē muddā, ādhāra ēnā upara tō rahēvānō
āvaśē nā kōī bījā sākṣī sāthē, karmanī jubānī upara tō cālavānō
nahīṁ haśē kōī vakīla tyāṁ, nahīṁ cālē kōī tārī vakīlāta bharī dalīlō
nahīṁ māṁgē kōī bījā sabūtō tārī pāsē, nahīṁ cālē tārō bījō kōī hakadāvō
chē ē tō anōkhī rē adālata, chē nyāya ēnō tō khūba anōkhō
nahīṁ haśē tyāṁ kōī savāla pūchanārō, nahīṁ haśē rē tyāṁ kōī javāba dēnārō
nahīṁ haśē kōī ghōṁghāṭa tyāṁ, āvaśē tārē tārā aṁtaranō avāja sāṁbhalavānō vārō
laḍayō khūba mukaddamā tuṁ ā jagamāṁ, jagamāṁ thaīnē māyā pāchala āṁdhalō
haśē ā tārā karmanō mukaddamō, nahīṁ cālē anyāya nē malaśē nyāyabharyō cukādō
|