દઈને જીવન તો જગમાં પ્રભુ, ઉપકાર તેં તો કર્યો છે
દઈ સાચી સમજ તો જીવનમાં, ઉપકાર પૂરો તો તું કરી દે
દઈને સુખભર્યા રે શ્વાસો જીવનમાં, ઉપકાર પ્રભુ તેં તો કર્યો છે
શ્વાસે શ્વાસે રહે રટણ તારું, ઉપકાર પૂરો તો તું કરી દે
આપીને પગ સાજા જીવનમાં, ઉપકાર પ્રભુ તો તેં કર્યો છે
સાચી રાહ ઉપર ચલાવીને એને, ઉપકાર પૂરો તો તું કરી દે
આપીને દૃષ્ટિ અમને, ઉપકાર પ્રભુ તેં તો કર્યો છે
સમાવીએ મૂર્તિ એમાં તારી, ઉપકાર પૂરો તો તું કરી દે
આપીને દિલ અમને, ઉપકાર પ્રભુ તેં તો કર્યો છે
જગાવી ભક્તિભાવ એમાં તો તારા, ઉપકાર પૂરો તો તું કરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)