Hymn No. 5516 | Date: 13-Oct-1994
|
|
Text Size |
 |
 |
ઢીલા ના પડવા દેતો રે, જીવનમાં રે, યત્નોને રે તારા
Dhila Na Padava Deto Re, Jeevanama Re, Yatnone Re Taara
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
ઢીલા ના પડવા દેતો રે, જીવનમાં રે, યત્નોને રે તારા ઢીલા ના પડવા દેતો રે, ઢીલા ના પડવા દેતો રે - ઢીલા... મંઝિલ છે તારી, પહોંચવાનું છે તારે, અધવચ્ચે એને રે - ઢીલા... આવશે મુસીબતો ઘણી રે, કરી લેજે સામનો વિશ્વાસથી રે - ઢીલા... મળે ના મળે, સાથીદારો તને એમાં રે, મૂંઝાયા વિના અધવચ્ચે રે - ઢીલા... પહોંચવું છે મંઝિલે ચાહત છે તારી રે, પૂરી કર્યા વિના એને રે - ઢીલા... ખોતો ના સમય તું ખોટા, છે હાથમાં જે, કરી લે ઉપયોગ પૂરો રે - ઢીલા ... તારા ને તારા રોકશે મંઝિલના દ્વાર, તારા યત્નોને એમાં રે - ઢીલા ... સમજી સમજી ચાલજે જીવનમાં રે, ના સમજમાં તો જીવનમાં રે - ઢીલા... થાકી થાકી જીવનમાં તો, સામનામાં ને સામનામાં જીવનમાં રે - ઢીલા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|