પાણીમાંથી ના તું પરપોટા શોધ, શોધવું હોય જીવનમાં, તો તું જીવનમાંથી સાર શોધ
જઇ જઈ તું પ્રભુના મંદિરે, ધરી ના શક્યો ચિંતા તું હવે, ચિંતા છોડવાના રસ્તા તું શોધ
ચડયા નથી શું અવગુણો તારા, તારી નજરમાં, જીવનમાં તું તારા અવગુણોને તો શોધ
છે પડયા સદ્ગુણો તો સહુના હૈયાંમાં, અન્યમાંથી સદ્ગુણોની ધારા તો તું શોધ
સફળતા ને નિષ્ફળતા છે પ્રભુના હાથમાં, જીવનમાંથી નાની નિષ્ફળતાની ધારા તો શોધ
ખોધ્યા પતનના ખાડા તો તેં તારા હાથે, અન્યમાં પતનના કારણ તો ના તું શોધ
પ્રેમ ભૂલીને વળગાડયું વેરને તો તેં હૈયે, પ્રેમની ધારા જીવનમાં હવે તો તું શોધ
જીવનમાં તો છે બધું ભર્યું ભર્યું, જીવનમાંથી હવે તો તું સારું ને સારું તો શોધ
શોધજે ના રે તું ખોટું રે જીવનમાંથી, તારી પ્રગતિને અનુરૂપ જીવનમાંથી તું શોધ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)