દૂર દૂરથી સાદ મને કોઈ આપે છે, મારા અંતરને એ બોલાવે છે
સાદ એનો મારા અંતરને ઢંઢોળે છે, મને પાસે એની એ તો બોલાવે છે
ચીરપરિચિત સાદ મને એ તો લાગે છે, ઢંઢોળી ઢંઢોળી મને એ જગાવે છે
ઢંઢોળી ઢંઢોળી જગાવી મને, યાદ મને મારી એ તો અપાવે છે
કેમ પોઢયો છે તું માયાની નીંદરમાં, કહી કહી મને એ તો જગાવે છે
માયાની નીંદર મને સતાવે છે, નીકળવા બહાર, દઈ સાદ મને યાદ અપાવે છે
સુખદુઃખથી સદા મુક્ત રહેવા, સાદ મને એ તો સદા સમજાવે છે
જીવનની પ્રવૃત્તિમાં જોજે તું સદા, જોજે સાદ આ ના તારો બોલાવી જાયે છે
જીવનમાં અજ્ઞાનની દીવાલ તોડતા, સદા યાદ એ તો અપાવે છે
નથી ફરિયાદ તો કોઈ એ યાદમાં, તોયે યાદ એની એ તો અપાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)