જાણી નથી શક્યો જીવનમાં જ્યાં તું તારા મનને,
કર ના દાવો જીવનમાં જાણે છે તું તો બધું
રોકી શક્યો નથી જીવનમાં જ્યાં તું તારા મનને,
કર ના દાવો જીવનમાં રે, શક્તિશાળી છે રે તું
નીકળ્યો છે પ્રભુને મળવા તું, મળ્યો નથી જીવનમાં એને તું,
કર ના દાવો જીવનમાં રે, કરી શકે છે બધું રે તું
કહે છે ભીંજાય છે હૈયું તારું તો એની યાદમાં,
કેટલી વાર રડયો છે, પ્રભુની યાદમાં તો તું
કરતી નથી દુઃખની અસર જીવનમાં તારા,
કર ના દાવા એવા, દુઃખીને દુઃખી થાતો રહ્યો છે જ્યાં તું
કહેતોને કહેતો રહ્યો છે, રહ્યો છે તું પ્રભુના વિશ્વાસે,
કર ના દાવા એવા જ્યાં, જ્યાં જીવનમાં ભેગુંને ભેગું કરતો રહ્યો છે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)