Hymn No. 5530 | Date: 24-Oct-1994
|
|
Text Size |
 |
 |
1994-10-24
1994-10-24
1994-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1029
એક વૃત્તિને પકડી રાખી નથી શક્યો તું જ્યાં, બધી વૃત્તિઓને તું છેડતો ના
એક વૃત્તિને પકડી રાખી નથી શક્યો તું જ્યાં, બધી વૃત્તિઓને તું છેડતો ના એકે કાર્ય પૂરું કરી નથી શક્યો તું જ્યાં, કાર્યો બધા સામટા તું ઉપાડતો ના સાચવી નથી શક્યો સંબંધો જ્યાં પુરાણાં, નવા સંબંધો બાંધવા તું દોડતો ના વળતો નથી કે મળતો નથી સંતોષ તો જેને, એની પાછળ જીવનમાં તું દોડતો ના સમજણ પચી નથી જીવનમાં જ્યાં, નવું સમજવા જીવનમાં તો તું દોડતો ના એક વિશ્વાસે તું રહી શક્યો નથી જ્યાં, સ્થાન વિશ્વાસના વારેઘડીએ તું બદલતો ના મંઝિલે પહોંચી શક્યો નથી તું જ્યાં, જીવનમાં મંઝિલ વારેઘડીએ તું બદલતો ના મળ્યું નથી સુખ તને જો એક સ્થાનેથી, સુખના સ્થાન વારેઘડીએ તું બદલતો ના દેખાય છે મંઝિલ જ્યાં તારા રસ્તે, રસ્તો તારો હવે એમાં તું બદલતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vrutti ne pakadi rakhi nathi shakyo tu jyam, badhi vrittione tu chhedato na
eke karya puru kari nathi shakyo tu jyam, karyo badha samata tu upadato na
sachavi nathi shakyo sambandho jya puranam, nav sambandho bandhava tu dodato na
valato nathi ke malato nathi santosha to jene, eni paachal jivanamam tu dodato na
samjan pachi nathi jivanamam jyam, navum samajava jivanamam to tu dodato na
ek vishvase tu rahi shakyo nathi jyam, sthana vishvasana vareghadie tu badalato na
manjile pahonchi shakyo nathi tu jyam, jivanamam manjhil vareghadie tu badalato na
malyu nathi sukh taane jo ek sthanethi, sukh na sthana vareghadie tu badalato na
dekhaay che manjhil jya taara raste, rasto taaro have ema tu badalato na
|
|