છે પ્રભુ અમારા જીવનની તો, અધૂરપને અધૂરપ ભરેલી તો કહાની
તારી પૂર્ણતામાંથી ભલે અમે સર્જાયા, અધૂરપ અમારી, નથી તુજથી અજાણી
પૂર્ણતાને પંથે પરવરવાની તો છે, સદાને સદા જીવનમાં યાત્રા તો અમારી
રહ્યાં છીએ સદા સર્વ વાતોમાં ખૂટતા, ખૂટી નથી એવી વાતો તો અમારી
નથી કાંઈ આ ખોટી, છે સત્યતા એમાં પૂરી, સુધારશે તું, છે આશા એ અમારી
બતાવજે ના અમને પાપ પુણ્યની યાદી અમારી, ગયા છીએ પૂરા એમાં અમે ખૂંપી
હૈયાંને ચાહતની માત્રા રહી છે બાળી, થાય ના રાખ પ્રભુ, એમાં તો એવી
છું પૂર્ણતાનું એક માનવ બિંદુ તારું, ભેળવી દેજે મને તારામાં તો સ્વીકારી
કરું તારા વિચારોથી માત્રા તો મોટી, રાખી છે યત્નોની ખામી એમાં મોટી
અધૂરપ, અધૂરપ, અધૂરપ વિનાની પ્રભુ, નથી કોઈ વાત તો મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)