સતાવી, સતાવી, સતાવીને અમને, પ્રભુ મળશે ફાયદો એમાં શું તમને
ઊભીને ઊભી છે ફરિયાદો અમારી, કરાવી વધારો એમાં, મળશે ફાયદો શું તમને
મૂંઝાતાને મૂંઝાતા રહ્યાં છીએ અમે, મૂંઝવીને વધુ, મળશે શું ફાયદો તમને
મરતાંને મરતાં રહ્યાં છીએ જીવનમાં અમે, મરતાંને મારીને મળશે શું તમને
વૃત્તિઓને વૃત્તિઓમાં બન્યા છીએ લાચાર અમે, લેજો ના ફાયદો એનો તો તમે
રહી સર્વ ઠેકાણે ને સર્વમાં તમે, શોધવો છે જગમાં તમને, શાને તો અમને
પોલું છે જીવન અમારું તો ભલે, સાંધવાને બદલે થયું પોલું, બનવા દો છો શાને તમે
વ્હેલાં વ્હેલાં પધારો જીવનમાં તમે, સત્કારશું સદા પ્રેમથી અમે તો તમને
વિરહમાં તડપાવીને તડપાવીને અમને, સતાવો ના હવે વધુ તો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)