સુખમાં સદા ભૂલતા રહ્યાં અમે તને, દુઃખમાં સાથ તમે તોયે ના છોડયા
ઓ પરમપિતા પ્રભુ, ઉપકાર જીવનમાં કેમ કરીને ફેડવા
મૂંઝારામાંને મૂંઝારામાં અટવાતા રહ્યાં, સદા સાથમાં તમે ઊભા રહ્યાં - ઉપકાર...
કરી ભૂલો અમે તો ઘણી, ભૂલીને એને તો તમે, સદા સાથમાં તમે રહ્યાં - ઉપકાર...
કરુણાભરી તમારી આંખોમાં, કરુણામાં ફરક તો ના પડયા - ઉપકાર...
સુખ, સુખની જપતા રહ્યાં અમે માળા, જપાતી રહી દુઃખની ઊલટી માળા - ઉપકાર...
યોગ્યતા વિના પણ, અમને તમે તો સદા, ગળે તમારા વળગાડયા - ઉપકાર...
હૈયાંના ભાર અમારા, તારા ચરણમાં, સદા ખાલી અમે કરતા આવ્યા - ઉપકાર...
જીવનમાં દુઃખદર્દના મળ્યા ના કોઈ સહારા, તારા સહારા તોયે મળતા રહ્યાં - ઉપકાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)