Hymn No. 5540 | Date: 05-Nov-1994
|
|
Text Size |
 |
 |
જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું
Jene Joya Nathi, Jene Malya Nathi, Eva Prabhune Malava Man Jaagi Gayu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
જેને જોયા નથી, જેને મળ્યા નથી, એવા પ્રભુને મળવા મન જાગી ગયું જેને સમજયા નથી, જે સમજાતા નથી, એવા પ્રભુને સમજવા મન ચાહી રહ્યું જેની સાથે વાત કરી નથી, એની પાસે હૈયું ખાલી કરવા મન ચાહી રહ્યું જેને સાંભળ્યા નથી, જે જલદી સંભળાતા નથી, સાંભળવા એને મન તલસી રહ્યું જે સદા સાથમાં રહ્યાં, ના તોયે એને જોયા, એના વિરહમાં મન આજ તડપી રહ્યું જેને જોયા નથી, એના ગુણલે ગુણલે, જીવનમાં તો મન ઝૂમી ઊઠયું જેને જોયા નથી, જેને પામ્યા નથી, એની ભક્તિમાં મન ભીંજાતું રહ્યું જેને મળ્યા નથી, એના વિચારોને વિચારોમાં, મન આજ ભાન ભૂલી ગયું જેને મળ્યા નથી, એવા પ્રભુની કલ્પનામાંને કલ્પનામાં, મન ખોવાઈ ગયું જેને મળ્યા નથી, જેને જોયા નથી, એના વિરહનું દર્દ તો દિલ અનુભવી રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|