Hymn No. 4604 | Date: 30-Mar-1993
|
|
Text Size |
 |
 |
સુંદરતાને સુંદરતા જગમાં નજરે ચડે રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, સુંદર તું તો કેવો હશે
Sundarata Ne Sundarata Jagama Najare Chade Re Prabhu, Kari Nathi Sakato Kalpana, Sunder Tu To Kevo Hase
મા, ભગવાન (Almighty Mother, God)
સુંદરતાને સુંદરતા જગમાં નજરે ચડે રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, સુંદર તું તો કેવો હશે ભરી શીતળતા ચંદ્રમાં અનોખી રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, તારું હૈયું શીતળ કેટલું હશે સૂર્યપ્રકાશે પથરાયા અનોખા અજવાળાં જગમાં રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, તારું તેજ કેવું હશે ધીર, ગંભીરતા ભરી સાગરમાં તો એવી રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, તું ધીર, ગંભીર કેવો હશે આકાશમાં ભરી વ્યાપક વિશાળતા રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, વિશાળતા તારી કેવી હશે બુદ્ધિશાળી મળે એવા રે જગતમાં રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, બુદ્ધિ તારી તો કેવી હશે વિચારો પર જાગે કદી અફરીનતા રે જગમાં રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, વિચારો તારા કેવાં હશે ભરી કોમળતા ફુલોમાં તેં અનેરી રે પ્રભુ, કરી નથી શક્તો રે કલ્પના, કોમળ તું કેવો હશે શક્તિશાળીથી શક્તિશાળી જોયાં જગતમાં રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, શક્તિશાળી તું કેવો હશે દયાવાન ને દયાળુ જોયા રે જગમાં રે પ્રભુ, કરી નથી શક્તો રે કલ્પના, તારી દયા કેવી હશે કૃપા અનુભવી સંતો ને `મા' બાપની જગમાં રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, તારી કૃપા તો કેવી હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|