Hymn No. 5541 | Date: 06-Nov-1994
|
|
Text Size |
 |
 |
રમત, રમતને, રમત પ્રભુ, જગમાં રમત તમે તમારી રમતા રહ્યાં કદી અમને એમાં અકળાવ્યા, કદી પ્રસન્નતાના પ્યાલા થોડા પાતા રહ્યાં રમતમાં રમાડયા અમને એવા, છીએ કોણ એમાં, ભાન એનું ભૂલી ગયા રમતમાં ને રમતમાં એવા રમ્યા, સમજ્યા વિના સુખદુઃખના ભોગ બની ગયા રમતમાં ગૂંથાઈ ગયા અમે એવા, રમાડી રહ્યાં છો તમે, એ પણ અમે ભૂલી ગયા રમાડયા અમને તમે એવા, પાસે હોવા છતાં, તમે પાસે અમને ના લાગ્યા અટકી નથી રમત તમારી, સમજ્યા નથી, રમાડો છો તમે, અમે રમતાને રમતા રહ્યા રમતાને રમતા રહ્યાં અમે તો એવા, તાંતણાની સ્થિરતા એમાં ગુમાવી દીધી રમતને રમતમાં રહ્યાં થાકી ખાઈ પોરો, પાછી એજ રમત અમે રમતા રહ્યાં રમત રમતમાં હવે કહેવું છે, રમાડયા ભલે તેં અમને, પણ કરજે તું તારામય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|