એવી કઈ હઠ જીવનમાં તો તેં કરી, પીછેહઠ જીવનમાં તારે કરવી પડી
કર્યા કર્યા યત્નો જીવનમાં તેં તો ઘણાં, પીછેહઠ તોયે કરવી પડી
હઠે હઠે હઠીલો તો બની, પીછેહઠ જીવનમાં તારે તો કરવી પડી
સમજ્યા વિના તો હઠ કરી, છોડી ના જીવનમાં જ્યાં, એને પીછેહઠ કરવી પડી
કરી કોશિશો ઘણી, હઠે પૂરી થવા ના દીધી, ત્યાં પીછેહઠ તો કરવી પડી
હઠના તાંતણા તૂટયા ના જીવનમાં, રુંધાયા દ્વાર પ્રગતિના, પીછેહઠ કરવી પડી
હતી ના દુશ્મનાવટ, ઊભી ત્યાં એણે તો કરી, પીછેહઠ તો જ્યાં કરવી પડી
જીવનની દિશા એમાં તો જ્યાં બદલાણી, મંઝિલમાં પીછેહઠ તો કરવી પડી
નિરાશાઓ ને નિરાશાઓ હૈયાંને ઘેરી વળી, જ્યાં પીછેહઠ ને પીછેહઠ તો કરવી પડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)