બનાવતી ના મને તારો રે મહેમાન, બનવું નથી મારે તારો રે મહેમાન,
બનાવવો હોય ને રાખવો હોય તો રાખજે મને તારો ને તારો કરીને માત
આવી આવી આપશે, એ તો ક્ષણભરનો આનંદ, ક્ષણના આનંદનું નથી મારે કામ
ભલે બેસી સામે, પૂછીશ ખબર અંતર તું, લેવી પડશે આખર મારે તો વિદાય
બનાવી મહેમાન મને રે માડી, દેતી ના ભૂલે ચૂકે મને, એવું રે માત
અલગતાના ફણગા, હૈયે જાગશે રે મારા, ભૂલવું તો જ્યાં મારે મારું નામ
કરી હશે ભૂલો ઘણી રે મેં તો, કર્યા હશે જીવનમાં ઘણા રે કારસ્તાન
દેવું હોય તારે જો મને રે માડી, દેજે મને તો ચરણમાં રે સ્થાન
કરવી છે આપ લે મારે તારી સાથે, એથી દીધું છે હૈયે મેં તને, સ્થાન દેજે તારા હૈયે મને સ્થાન
બનાવતી ના મને, બનવું નથી રે મારે, બનાવી મહેમાન દેતી ના મને એવું માન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)