ચડયું રે ચડયું પ્રભુનું નામ, જીવનમાં તો જ્યાં હૈયે
સોનેરી પ્રભાત જીવનમાં ત્યાં તો ઊગી ગયું
વિકારોના વમળો જ્યાં હૈયેથી હટયા રે ત્યાં - સોનેરી...
લાગણીઓના પ્રવાહે જીવનમાં જ્યાં, પ્રભુચરણમાં વહેણ બદલ્યું - સોનેરી...
પ્રભુના ભાવે ભાવે તો જ્યાં હૈયું તો ભીંજાતું ગયું - સોનેરી...
ચિત્તડું ને મનડું પ્રભુમાં લીન તો જ્યાં થાતું ગયું - સોનેરી...
જીવનમાં ઇચ્છાઓએ જ્યાં પ્રભુનું શરણું લઈ લીધું - સોનેરી...
શંકાનું મૂળ જીવનમાંથી જ્યાં જડમૂળથી ઊખડી ગયું - સોનેરી...
હૈયું તો જ્યાં, પ્રભુના ચિંતનનું ધામ જો બની ગયું - સોનેરી...
હૈયું તો જ્યાં, પ્રભુ પ્રેમમાં તો મગ્ન થાતું રે ગયું - સોનેરી...
સુખદુઃખના ઉછાળાથી, હૈયું તો જ્યાં મુક્ત બની ગયું - સોનેરી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)