1994-11-15
1994-11-15
1994-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1050
દુઃખને દુઃખમાં રહેતો આવ્યો, નથી અંત હજી એનો આવ્યો

છે જીવનનો તો આ સરવાળો, થયો નથી કાંઈ એમાં તો સુધારો
આવ્યો કામમાં તો કંટાળો, ના ખૂલ્યો ભાગ્યનો એમાં તો દરવાજો
સુખને સુખ જીવનમાં ઝંખતો આવ્યો, મળ્યો ના એને સાચો કિનારો
લાગ્યો કદી ભાગ્યનો ગોટાળો, લાગ્યો કદી ભાગ્યનો તો સિતારો
બેસમજમાં રહ્યો જીવન વિતાવતો, આવ્યો ના સમજદારીનો તો વારો
વગર વિચારે રહ્યો કરતો, ઊલટા પરિણામોનો ભોગ તો બન્યો
સ્વાર્થ ને સ્વાર્થ પાછળ, જીવનભર તો રહ્યો દોડતોને દોડતો
મેળવવામાં મળ્યો આનંદ, જીવનમાં ના એ ટક્યો, દુઃખી હું બન્યો
પરમસુખ તો છે પ્રભુ ચરણમાં, જીવનમાં ના હું એ પકડી શક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhanē duḥkhamāṁ rahētō āvyō, nathī aṁta hajī ēnō āvyō
chē jīvananō tō ā saravālō, thayō nathī kāṁī ēmāṁ tō sudhārō
āvyō kāmamāṁ tō kaṁṭālō, nā khūlyō bhāgyanō ēmāṁ tō daravājō
sukhanē sukha jīvanamāṁ jhaṁkhatō āvyō, malyō nā ēnē sācō kinārō
lāgyō kadī bhāgyanō gōṭālō, lāgyō kadī bhāgyanō tō sitārō
bēsamajamāṁ rahyō jīvana vitāvatō, āvyō nā samajadārīnō tō vārō
vagara vicārē rahyō karatō, ūlaṭā pariṇāmōnō bhōga tō banyō
svārtha nē svārtha pāchala, jīvanabhara tō rahyō dōḍatōnē dōḍatō
mēlavavāmāṁ malyō ānaṁda, jīvanamāṁ nā ē ṭakyō, duḥkhī huṁ banyō
paramasukha tō chē prabhu caraṇamāṁ, jīvanamāṁ nā huṁ ē pakaḍī śakyō
|
|