Hymn No. 5552 | Date: 17-Nov-1994
|
|
Text Size |
 |
 |
કર્યા છે ગુનાઓ તો સહુએ, કોણ ગુનેગાર નથી, કોણ ગુનેગાર નથી
Karyo Che Gunao To Sahue, Kon Gunegaar Nathi, Kon Gunegaar Nathi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
કર્યા છે ગુનાઓ તો સહુએ, કોણ ગુનેગાર નથી, કોણ ગુનેગાર નથી ખુદના ગુનાઓ નજરમાં ના ચડયા, અન્યના તો, નજરે ચડયા વિના રહ્યાં નથી ખુદના ગુનાની સજા ના કોઈ ચાહે, અન્યને ગુનાની સજા દીધા વિના રહેતા નથી લાગે ખુદના ગુના સહુને નાના, અન્યના નાના ગુના, મોટા લાગ્યા વિના રહ્યાં નથી ચાહે ના કરવા કોઈ ગુનાઓ જગમાં, ગુનાઓ કરતા સહુ તોયે અચકાયા નથી કરતા રહે સહુ પોતાના ગુનાનો બચાવ, અન્યના બચાવ તો સ્વીકારાતા નથી પોતાના ને પોતાના ગુનાના ભાર, પોતાને હલકાં લાગ્યા વિના રહ્યાં નથી કરતા ને કરતા રહ્યાં ગુનાઓ સહુ જગમાં, શિક્ષા એની જગમાં કોઈને ગમતી નથી ગુનાઓ ના ગમ્યા જે જગમાં, ટોપલો એનો બીજા પર ઢોળ્યા વિના રહ્યા નથી છે આ જનમ તો કર્મના ગુનાઓ, તોયે જીવનમાં કર્મ કર્યા વિના રહ્યાં નથી છે આ જનમ તો કર્મના ગુનાની સજા, થાતા માફ, જનમ ફરી ત્યાં લેવો પડતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|