ધરાયા ના હો જો તમે પાપપુણ્યના ત્રાસથી, જીવનમાં આ જગમાં
છે વ્હાલભર્યું ઇંજન આ ધરાનું તો તમને, ફરી ફરી પધારો મારે આંગણિયે
રહી ગઈ હોય એવી જો કોઈ તમન્ના જીવની, કરવા પૂરી તો એને - ધરાયા...
ચીતરવા હોય જો કર્મના ચોપડા તો તમારે, ચીતરવા જગમાં રે એને - ધરાયા...
રહી ગયા હોય કામક્રોધના હિસાબ અધૂરા જીવનમાં, કરવા પૂરા રે એને - ધરાયા...
રહી ગયા હોય, લાગ્યા હોય ડાઘ કલંકના જીવનને, ધોવા જીવનમાં રે એને - ધરાયા...
જાણેઅજાણે કર્યા હોય અન્યાય તો એનો, સુધારવા જગમાં તો એને - ધરાયા...
ચાહતા હો ઉન્નતિના શિખરે પહોંચવા તો, એ ધ્યેય હાંસલ કરવાને - ધરાયા...
ભાવો જાગ્યા હોય જે જે, તમારા તો હૈયે, કરવા પૂરા જગમાં તો એને - ધરાયા...
જે જે આ ધરા દઈ શક્તી હોય તમને, મેળવવું જગમાં તમારે જો એને - ધરાયા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)