Hymn No. 5555 | Date: 21-Nov-1994
|
|
Text Size |
 |
 |
1994-11-21
1994-11-21
1994-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1054
ઊતરી અંતરમાં ઊંડો, કરવા બેઠો નિરીક્ષણ હું તો મારું
ઊતરી અંતરમાં ઊંડો, કરવા બેઠો નિરીક્ષણ હું તો મારું પડી ગયો અચરજમાં જોઈને મને હું તો, શું હું આવો હતો, શું હું આવો હતો રહ્યો હતો હું મારાથી છુપાઈ એવો, શું હું મારાથી અજાણ હતો - શું... ધાર્યો હતો મને મેં જેવો, જોઈને મને જુદો, પડી ગયો અચરજમાં એવો - શું... ધારણાના મારા રે મિનારા, શું આવાને આટલા કાચા હતા - શું... મારા વિના પહોંચી શકે એવું ત્યાં કોઈ ના હતું બીજું, હતો એવો જોયો મેં મને - શું... ચીંધી અન્યએ આંગળી મને એની, ના મેં એ સ્વીકારી જોઈને મને તો એવો - શું... કરતોને કરતો ગયો નિરીક્ષણ હું મારું, વધતીને વધતી ગઈ અચરજ મારી - શું... સ્વીકારવા એને, હતી ના હિંમત મારી, ટાળી ના શક્યો હિંમત વાત મનની - શું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
utari antar maa undo, karva betho nirikshana hu to maaru
padi gayo acharajamam joi ne mane hu to, shu hu aavo hato, shu hu aavo hato
rahyo hato hu marathi chhupai evo, shu hu marathi aaj na hato - shum...
dharyo hato mane me jevo, joi ne mane judo, padi gayo acharajamam evo - shum...
dharanana maara re minara, shu avane atala kachha hata - shum...
maara veena pahonchi shake evu tya koi na hatu bijum, hato evo joyo me mane - shum...
chindhi anyae angali mane eni, na me e swikari joi ne mane to evo - shum...
karatone karto gayo nirikshana hu marum, vadhatine vadhati gai acharaja maari - shum...
svikarava ene, hati na himmata mari, taali na shakyo himmata vaat manani - shum...
|