કરવી નથી રે મારે રે પ્રભુ, મારા હૈયાંની વાત તો તને
જાણે છે કે, જાણતો હશે રે પ્રભુ, વાત હૈયાંની તો તું ભલે
છીએ અમે સંસારી જીવ તો જગના, ફાયદામાં વાત બધી તોલીયે
થાતું હશે ખાલી ભલે હૈયું રે એમાં, બીજો ફાયદો ના કાંઈ મળે
કરીએ વાત ભલે બધી અમે રે તને, સોંપે આખર બધું તું તો કર્મને
જાણું છું રહેવાની નથી છૂપી એ તારાથી, છે મજા છુપાવવાની એમાં તો પણ
હશે ભલે આનંદભરી કે ઉદ્વેગભરી, રાખવી છે સંઘરી હૈયાંમાં તો એને
થાશે ના સહન જ્યારે રે એમાં, કરવી પડશે આખર એ તો તને ને તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)