|
View Original |
|
છે મને મારા વિચારોની રે દુનિયા, છે મારા સ્વપ્નોની રે દુનિયા
છે ત્યાં તો મારી ને મારા મિત્રોની રે સત્તા - છે...
છે એ તો વાસ્તવિક્તામાંથી આરામ લેવાની રે જગ્યા - છે...
છે ત્યાં તો મારા ને મારા કાયદા ને દૃશ્યો મનગમતાને રળિયામણા - છે...
છે એ તો વાસ્તવિક્તા ભૂલવાની રે જગ્યા - છે...
છે એ તો મારા વિચારોને મારા ભાવોના રે પડઘા - છે...
છે મારીને મારી અલગ દુનિયા, મળે મને આનંદના ફુવારા - છે...
છે મારી દુનિયા, પ્રવેશવા નથી દેવી ચિંતાને તો એમાં - છે...
છે મારી એ દુનિયા, લાવી શકું ઇચ્છા વિરુદ્ધ એને મારી દુનિયામાં - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)