તું તારું રે સંભાળ જીવનમાં રે, તું તારું રે સંભાળ
અન્યના જીવનમાં રે તું, ખોટું માથું તારું ના માર
સંભાળી નથી શક્યો જ્યાં તું તારો ભાર, સંભાળી શકીશ ક્યાંથી અન્યનો ભાર
ડાહી સાસરે ના જાય, ગાંડીને શિખામણ દેવા જાય, જોજે ના થાય એવો તારો ઘાટ
વણમાંગી સલાહ દેવા જાતો ના તું, પડશે સાંભળવું ક્યારેક તારે
બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરવા, દોડી ના જાતો જ્યાં ત્યાં, સાંભળવું પડશે તારે
છે કામ જે હાથમાં તો તારા, જીવનમાં કરવા એને રે પૂરા
ગજા બહારની રે, કરતો ના રે તું જીવનમાં રે દોડધામ
સુખી થયો નથી, રહ્યો નથી રે તું, અન્યના સુખમાં આગ ના ચાંપ
મારીશ જીવનમાં જો ખોટા બણગાં, સાંભળવું પડશે તારે ત્યારે
સોંપ્યું હશે કામ અન્યને, કરીશ ખોટી માથાજીક એમાં, સાંભળવું પડશે તારે ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)