Hymn No. 5577 | Date: 06-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-06
1994-12-06
1994-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1076
હોય ભલે કર્મનો ઇજારો ભાગ્ય ઉપર, સુખદુઃખ પર ઇજારો એનો નથી
હોય ભલે કર્મનો ઇજારો ભાગ્ય ઉપર, સુખદુઃખ પર ઇજારો એનો નથી સુખદુઃખ તો છે ભાગ્યે સર્જેલી સ્થિતિ, કરવાનો સામનો છે અધિકાર તારો છે મન, બુદ્ધિ, ભાવને અંતર તો તારામાં, છોડતો ના અધિકાર એના ઉપર તારો કરીશ દયાજનક સ્થિતિ એમાં તું તારી, જો એમાંને એમાં રહેશે તું તણાતો નથી ભેદ એમાં એને તો કોઈનો, છે હિસાબ એ તો સહુના ને સહુના કર્મનો છોડયો કર્મ ઉપર કાબૂ તારો, ભાગ્ય ઉપર કાબૂ મેળવ્યા વિના રહેવાનું નથી ભાવને રાખીશ જ્યાં તારા હાથમાં, સુખદુઃખ ઉપર કાબૂ એનો રહેવાનો નથી સુખદુઃખ હોય ભલે અંગ જીવનમાં, જીવન પર કાબૂ એને લેવાદેવાનો નથી છે જીવન તારું ને તારું, રાખજે ઇજારો તારો, ભાગ્યને ઇજારો લેવાદેવાનો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hoy bhale karmano ijaro bhagya upara, sukh dukh paar ijaro eno nathi
sukh dukh to che bhagye sarjeli sthiti, karavano samano che adhikara taaro
che mana, buddhi, bhavane antar to taramam, chhodato na adhikara ena upar taaro
karish dayajanaka sthiti ema tu tari, jo emanne ema raheshe tu tanato
nathi bhed ema ene to koino, che hisaab e to sahuna ne sahuna karmano
chhodayo karma upar kabu taro, bhagya upar kabu melavya veena rahevanum nathi
bhavane rakhisha jya taara hathamam, sukh dukh upar kabu eno rahevano nathi
sukh dukh hoy bhale anga jivanamam, jivan paar kabu ene levadevano nathi
che jivan taaru ne tarum, rakhaje ijaro taro, bhagyane ijaro levadevano nathi
|