1994-12-06
1994-12-06
1994-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1077
કરજો રે વિશ્વાસ તમે રે પ્રભુ, મારો રે એટલો રે

ધડકે છે રે હૈયું મારું, છે હૈયે તો નામ તમારું ને તમારું રે
ભાગ્ય તો નચાવી રહ્યું છે, જગમાં તો જીવન મારું રે
મળતો ને મળતો રહ્યો છે પ્રભુ, તમારોને તમારો સહારો રે
દર્શનની ઝંખના ભરી છે હૈયે તો મારાને મારા રે
જીવન જીવી રહ્યો છું, વિપરીત સંજોગોમાં તો જગમાં રે
જોઈતું નથી બીજું કાંઈ મને, જોઈએ દર્શન તો તારા રે
જાણતો નથી યોગ્ય છું કે અયોગ્ય છું, જાણું છું બસ એટલું રે
તન મન બુદ્ધિ છે તમારા રે, જોઈએ છે ખાલી દર્શન તમારા રે
જ્ઞાન, અજ્ઞાન કાંઈ ના જાણું, જાણું ડૂબવું ભાવભર્યા નામમાં તમારા રે
કરવી હોય તો કરજે કસોટી મારી, ઊતરવા પાર દેજે શક્તિ તારી રે
ધડકી રહ્યું છે હૈયે રે એક નામ રે, છે એ નામ તો તારું ને તારું રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karajō rē viśvāsa tamē rē prabhu, mārō rē ēṭalō rē
dhaḍakē chē rē haiyuṁ māruṁ, chē haiyē tō nāma tamāruṁ nē tamāruṁ rē
bhāgya tō nacāvī rahyuṁ chē, jagamāṁ tō jīvana māruṁ rē
malatō nē malatō rahyō chē prabhu, tamārōnē tamārō sahārō rē
darśananī jhaṁkhanā bharī chē haiyē tō mārānē mārā rē
jīvana jīvī rahyō chuṁ, viparīta saṁjōgōmāṁ tō jagamāṁ rē
jōītuṁ nathī bījuṁ kāṁī manē, jōīē darśana tō tārā rē
jāṇatō nathī yōgya chuṁ kē ayōgya chuṁ, jāṇuṁ chuṁ basa ēṭaluṁ rē
tana mana buddhi chē tamārā rē, jōīē chē khālī darśana tamārā rē
jñāna, ajñāna kāṁī nā jāṇuṁ, jāṇuṁ ḍūbavuṁ bhāvabharyā nāmamāṁ tamārā rē
karavī hōya tō karajē kasōṭī mārī, ūtaravā pāra dējē śakti tārī rē
dhaḍakī rahyuṁ chē haiyē rē ēka nāma rē, chē ē nāma tō tāruṁ nē tāruṁ rē
|