Hymn No. 5591 | Date: 17-Dec-1994
|
|
Text Size |
 |
 |
તમે તો ત્યાં છો, છું હું તો અહીં, તમારો ને મારો મેળ તો થાવા રે દેજો છો અલિપ્ત તમે તો પ્રભુ, છું હું તો લિપ્તિત તો જગમાં તમારામાં લિપ્તિત મને, બનવા રે દેજો - તમારો કર્મથી રહ્યાં છીએ જગમાં અમે રે બંધાઈ, કર્મ બાંધે ના તમને રે કાંઈ અમારા બધા રે કર્મો, તમારા ચરણોમાં અમને રે ધરવા દેજો - તમારો... વણીએ અમે હૈયે પ્રેમનાં રે તાંતણા રે જીવનમાં રે, બની પ્રેમમૂર્તિ અમારી, તમે એમાં બંધાઈ જાજો રે - તમારો... જગાવી છે પ્યાસ અમારી રે હૈયે રે જીવનમાં રે, બની મીઠાં સરોવર, પ્યાસ અમારી બુઝાવી દેજો રે - તમારો... નજરમાં ભલે તમે અમારી ના આવો રે જગમાં રે અમને તો તમારી નજર બહાર ના રહેવા દેજો રે - તમારો... નાચ્યા છીએ જીવનભર તો, તમારા ઇશારે અમે જીવનમાં રે એકવાર તમે તો, અમારા રે ઇશારે નાચજો રે - તમારો... છીએ ભલે અજ્ઞાની અમે, છો ભલે જ્ઞાની રે તમે છે ચરણમાં તમારા જ્ઞાન બધું, જ્ઞાન એ અમારામાં રહેવા દેજો - તમારો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|