Hymn No. 5593 | Date: 18-Dec-1994
|
|
Text Size |
 |
 |
1994-12-18
1994-12-18
1994-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1092
જ્યાં `હું' માં ના તું ભળશે, જ્યાં `તું' માં ના હું ભળશે, એક્તા ક્યાંથી ત્યાં સર્જાશે
જ્યાં `હું' માં ના તું ભળશે, જ્યાં `તું' માં ના હું ભળશે, એક્તા ક્યાંથી ત્યાં સર્જાશે સરગમના સૂરોમાંથી સૂરો જ્યાં નોખાં નોખાં ઊઠશે, સંગીત ક્યાંથી એમાં બનશે વિચારોના નાના પરપોટા ના અટકશે, ધીરે ધીરે આવી ઉપર, રૂપો મોટા લેશે ખોટા વિચારો ના અટકશે, રૂપો લઈ બિહામણાં, તને ને તને એ ડરાવશે પહેલાં તો સહુ અજાણ્યું હશે, આવતા પરિચયમાં સાચા, પોતાના બની જાશે પરિચય વિના આવ્યા છીએ પ્રભુને બનાવવા પોતાના, જીવનમાં એ પણ બની જાશે નડતર વિનાનું નથી કોઈનું જીવન જગમાં, જીવનમાં નડતર તો આવ્યા કરશે સુધારવા હશે સંબંધ, કે વધારવા હશે સંબંધ, જીવનમાં ગમ ખાતાં શીખવું પડશે અસંતોષથી જીવન તો ગૂંગળાઈ જાશે, જીવન એમાં તો દુઃખીને દુઃખી થઈ જાશે જ્યાં હું ને તું, થાશે ના જીવનમાં રે ભેગા, જીવનમાં દર્શન પ્રભુના ના ત્યાં થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya `hum' maa na tu bhalashe, jya `tum' maa na hu bhalashe, ekta kyaa thi tya sarjashe
saragamana suromanthi suro jya nokham nokham uthashe, sangita kyaa thi ema banshe
vichaaro na nana parapota na atakashe, dhire dhire aavi upara, rupo mota leshe
khota vicharo na atakashe, rupo lai bihamanam, taane ne taane e daravashe
pahelam to sahu ajanyum hashe, aavata parichayamam sacha, potaana bani jaashe
parichaya veena aavya chhie prabhune banavava potana, jivanamam e pan bani jaashe
nadatara vinanum nathi koinu jivan jagamam, jivanamam nadatara to aavya karshe
sudharava hashe sambandha, ke vadharava hashe sambandha, jivanamam gama khatam shikhavum padashe
asantoshathi jivan to gungalai jashe, jivan ema to duhkhine dukhi thai jaashe
jya hu ne tum, thashe na jivanamam re bhega, jivanamam darshan prabhu na na tya thashe
|