આયુષ્ય તો વીતતુને વીતતુ જાય છે, સમય તો વીતતોને વીતતો જાય છે
કરવાનું તો છે જે જે જીવનમાં, જીવનમાં રે એ તો, રહીને રહી જાય છે
આવ્યા જગમાં જીવન સમજવા, જીવન જીવી જવાય છે, ના જીવન તોયે સમજાય છે
શ્વાસોને શ્વાસો લેવાતા જાય છે, શ્વાસો છૂટતા જાય છે, કિંમત એની, પ્રભુને ના અદા કરાય છે
કર્મોને કર્મો તો થાતા જાય છે, કર્મો ઉપર જીવનમાં તો, ના કાબૂ મેળવાય છે
વિકારોમાં જીવન તણાતું તો જાય છે, જીવન સુંદર ના એમાં તો બનાવાય છે
છે સંબંધ જીવનનો આયુષ્ય સાથે, સંબંધ એ ના સાચી રીતે જળવાય છે
જીવન દ્વારા, કર્મ, આત્મા ને પરમાત્માનો, ત્રિકોણ જગમાં રચાતો જાય છે
જીવનમાં રે એ તો, સુખદુઃખના ફુવારા, ઉડાડતુંને ઉડાડતું જાય છે
એ ત્રિકોણ તો જીવનમાં રે જગમાં, પ્રભુની આસપાસ, ફરતુંને ફરતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)