રાહ જોઈ જોઈ વિતાવ્યા દિવસો, રોઈ રોઈ વિતાવી રે રાત
દર્શન તારા તો ના મળ્યા, થયા ના દર્શન તારા જીવનમાં રે માત
ગણ્યા જીવનમાં જેને તો તેં તારા, દીધાં જીવનમાં એણે તો ખૂબ આઘાત
વીતતુ ને વીતતુ રહ્યું જીવન મૂંઝવણને તોફાનમાં, મળી ન એમાં નિરાંત
નિરાશાઓને નિષ્ફળતાથી ભર્યું છે જીવન, કરવી એની રે શું વાત
પુણ્ય ખર્ચાતું રહ્યું છે જીવનમાં, ખબર નથી, રહી છે એની કેટલી પુરાંત
કર્મોને કર્મો કરતો રહ્યો છું જીવનમાં, હજી બન્યો નથી એમાં નિષ્ણાંત
લીધા ના રસ્તા સાચા જીવનમાં, મચાવ્યા હૈયાંને જીવનમાં એણે ઉત્પાત
જીવ્યો ના જીવન સારી ને સાચી રીતે, મેળવ્યું જીવનમાં તો ખાલી કલપાંત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)