છોડ ખોટી જીદ તારી તો તું, વળ્યું એમાં તારું તો શું, કર વિચાર જ્યાં આ તો તું
બાંધી ગાંઠ મનમાં તો તેં, મળ્યું તને એમાં તો શું, હવે છોડ ગાંઠ તારી તો તું ને તું
હળીમળી રહેજે રે તું, બે દિવસનો મહેમાન છે જ્યાં તું, સમજ હવે જરા આ તો તું
જોઈએ તો જીદ જ્યાં, રહ્યો ઢીલો તો ત્યાં તો તું, જોઈએ મક્કમતા, શાને બન્યો ઢીલો ત્યાં તો તું
કરતો રહ્યો દુશ્મનો ઊભા રે જીવનમાં તો તું, મળ્યો ફાયદો, જીવનમાં તને એમાં તો શું
દુઃખ દર્દ તો છે જીવનનું તો પાસું, જીવનમાં કેમ વીસરી ગયો, આ તો તું
વિકારોને પોષી રહ્યો છે જીવનમાં તો જ્યાં તું, કરે છે ફરિયાદ એની, શાને તો તું
જીવનમાં જ્યારે ને જ્યારે, વળ્યું ના તો તારું, શાને જીવનમાં જીદે ચડી ગયો રે તું
ઘડવાનું છે જ્યાં જીવન તો તારું ને તારું, ખોટી જીદે શાને ચડી ગયો છે રે તું
રોકીશ રસ્તા પ્રગતિના તો તારા, હશે કારણ જીવનમાં તો એનું, તું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)