તને રે, હું તો શું કહું (2) માનવું નથી જ્યાં તારે મારું રે,
કરવું છે જ્યાં તારે, તારું ધાર્યું રે ત્યાં
કહેવાય એટલું રે તને મેં તો કહ્યું રે, હવે વધુ તને હું શું કહું
મજબૂર બનીને ચાલુ છું, જ્યાં સાથે તારીને તારી રે
થાક્યું ના એમાં રે તું તો, એમાં હું તો છું થાકું
પહોંચી ના શકું હું તારી ગતિને, ઘસડાઈ પછડાટ ખાતો રહું
ખેંચાતો ખેંચાતો તો રહીશ હું, ભાગતો રહીશ દૂર તો તું
ભાગતોને ભાગતો રહેશે રે તું, તને ના હું પકડી શકું
ફરતોને ફરતો રહે છે તું, દુઃખીને દુઃખી થાતો રહું છું હું
એકવાર તો તારે ને મારે મેળ ખાવા છે, વિનંતિ એટલી કરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)