રામ નામ જપી લે રે મનવા, રામ નામ તું જપી લે
કરતોને કરતો રહ્યો કામો, જીવનભર તો તું જીવનમાં
થાક્યો ના થાક્યો જીવનમાં રે એમાં, ઉતારવા થાક એનો
કર્મો કરી કરી રહ્યો છે અજાણ્યો, જીવનમાં તું તારા કર્મોનો
કરવા કર્મોની પાટી ચોખ્ખી તો તારી તારા જીવનમાં
રહ્યો અશાંત જીવનભર તો તું જીવનમાં, શાંતિ મનની પામવા
છે બે અક્ષરનું નામ તો ટૂંકું, કાપી શકીશ મંઝિલ તું લાંબી
છે જીવન સફર તો લાંબી, બે અક્ષરના આધારે બનશે સહેલી
મૂંઝાશે જ્યારે જ્યારે તું તો જીવનમાં, કરશે દૂર તો એને રે
બનાવી દેજે તું એને એવું રે તારું, કરશે સફળ જીવનસફર મારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)