રહેજે સજાગ સદા તું જીવનમાં, મીઠી છૂરીથી, દર્દ વિના એ તો કાપતી જાશે
અન્યના પ્રકાશે, પ્રકાશતું હશે જેનું રે જીવન, આસપાસ એની એ તો ભમ્યા કરશે
નાની વાદળી પણ અટકાવી શકશે ચંદ્રકિરણોને, પ્રકાશ ના એને, ના એ અટકાવી શકે
બનતું નથી જીવનમાં જેને કોઈની સાથે, જીવન એનું તો ભારે ને ભારે બનતું જાશે
અપમાન અને નિરાશા ના ઘૂંટડા જીવનમાં મળતાં રહેશે, જીવન એનું ઝેરભર્યું બની જાશે
માયામાં ખૂંપી ગયા જ્યાં જીવનમાં, અહં વિનાનું જીવન ત્યાં, કલ્પનામાં રહી જાશે
પ્રભુ વિનાનું જીવન જગમાં ના હશે, પ્રભુ વિના જીવન જગમાં તો ના ટકશે
સુંદરતા તો જીવનમાં જ્યાં કરમાઈ જાશે, જીવનમાં ત્યાં તો વિકૃતિ પ્રગટી જાશે
પુરુષાર્થના પૂર્ણ ભરોસે જીવનમાં તો તું રહેશે, નહીંતર આળસ હૈયે વ્યાપી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)