હર એક માનવમાં ધબકતુંને, ધબક્તું રહ્યું છે હૈયું
એ ધબક્તું હૈયું, એ તો પ્યાર માંગે છે, એ તો પ્યાર માંગે છે
પ્યારનું પ્યાસું માનવ હૈયું, પ્રભુ તારો પ્યાર ચાહે છે, તારો પ્યાર માંગે છે
ફરતી ને ફરતી રહેતી નજર માનવની જગમાં, કાંઈને કાંઈ એ જોવા ચાહે છે
પ્યારની પ્યાસી માનવની નજર, પ્રભુ જગમાં તારા દીદાર ચાહે છે
અનેક વિધ પ્રવૃત્તિમાં ખોવાયેલું માનવનું હૈયું, ખોવાતું એ તો આવ્યું છે
માનવનું એવું ખોવાયેલું હૈયું, પ્રભુ તારા ભાવમાં ખોવા ચાહે છે
છે દુઃખથી ભરેલો સંસાર, માનવ દુઃખમાં ડૂબતો ને ડૂબતો આવ્યો છે
પડી ગઈ છે આદત ડૂબવાની એને, પ્રભુ તારા ભાવમાં એ ડૂબવા ચાહે છે
ચાલતોને ચાલતો રહ્યો છે માનવ જગમાં, એ તો ચાલવા ચાહે છે
છે મંઝિલ પ્રભુ તું એની, એની મંઝિલે એ તો પહોંચવા ચાહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)