ખોદી ખોદીને રે ડુંગર, જીવનમાં કાઢયો એમાંથી ઉંદર
ખોદી ખોદી જીવનમાં જોયું હૈયું, ભરી હતી બારીની અંદર
ખોદી કંઈકના જીવનમાં હેત, ભરેલા હતા સ્વાર્થ એની અંદર
ખોધ્યા કંઈક વેરાગ્યના ડુંગર, નીકળી લોલુપતા એની અંદર
ખોદ્યો મારા હૈયાંનો ભક્તિનો ડુંગર, નીકળ્યો એમાંથી અહંનો ઉંદર
ખોદ્યો મેં મારા હૈયાંનો ભાવનો ડુંગર, નીકળ્યો અદીઠ કચરો એની અંદર
ખોદતો ગયો હૈયાંનો ડુંગર, પ્યાર વિના નીકળ્યું ના બીજું અંદર
ખોદ્યો હૈયાંમાં આશાનો ડુંગર, નિરાશા વિના મળ્યું ના બીજું એની અંદર
ખોદ્યો સરળતાનો જ્યાં ડુંગર, કપટ વિના ના નીકળ્યું એની અંદર
ખોદ્યો જીવનમાં જ્યાં સુખનો ડુંગર, ભર્યું હતું દુઃખ તો એની અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)