Hymn No. 4614 | Date: 04-Apr-1993
|
|
Text Size |
 |
 |
જેવા છીએ રે, અમે રે એવા રે છીએ, પ્રભુજી રે વ્હાલાં અમને રે, હવે રે તું સ્વીકારી લેજે કરી નથી રે કોઈ, સાધના રે અમે, જાણીએ રે ના, અમે રે વ્હાલા, સાધનાના પથ તો કેવાં હશે આચર્યું ના સત્ય અમે, જીવનમાં રે વ્હાલા, જાણીએ રે ના, સત્યના તેજ તો કેવાં રે હશે રહ્યાં નથી રે અમે, લોભ વિના રે અમે, જાણીએ ના રે વ્હાલા, લોભ લાલચ વિનાના જીવન કેવાં હશે કર્યો ખૂબ પ્રેમ તારી માયાને રે વ્હાલા, જાણીએ ના રે વ્હાલા, વિશુદ્ધ પ્રેમ તો કેવાં હશે આવે ધ્યાનમાં રે નર્તન, તારી માયાના રે હરદમ, જાણીએ ના રે, નર્તન વિનાના ધ્યાન કેવાં હશે ક્ષમા અમે માંગતા રહ્યાં, ક્ષમા ના અમે દઈ શક્યા, જાણીએ ના રે વ્હાલા તારી ક્ષમા કેવી રે હશે ચડી ધીરજ અમારી કસોટીએ, ધીરજમાં અમે તૂટતાં રહીએ, જાણીએ ના રે, ધીરજ તારી કેવી હશે ઊછળે વિકારોના મોજા, હૈયે રે અમારા, જાણીએ ના રે વ્હાલા, વિકારો વિનાના જીવન કેવાં હશે જાગતા રહ્યાં ખોટા ભાવો રે હૈયાંમાં રે અમારા, જાણીએ રે ના, વિશુદ્ધ ભાવ તારા કેવાં હશે શબ્દે શબ્દે થાય મિલન તારું રે વ્હાલા, જાણતાં નથી રે વ્હાલા, પ્રત્યક્ષ મિલન તારું કેવું હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|