જરૂર છે, જરૂર છે જીવનમાં ઘણી ઘણી, જરૂરિયાતોની ઘણી જરૂર છે
છે જરૂર જીવનમાં તો એકવાર તો જીવનમાં, કોઈની અનેકવારની જરૂર છે
છે જરૂર તો જગમાં જીવન જીવવાની, જીવવા શ્વાસની તો જરૂર છે
જરૂર છે જીવનમાં સૌથી તો મોટી, જરૂરિયાતોને જીવનમાં ઘટાડવાની જરૂર છે
સંજોગોના પડશે કરવા સામના, સંજોગો સામે ના ઝૂકવાની તો જરૂર છે
રહી છે જરૂરિયાતો તો બદલાતી જીવનમાં, ના એમાં બદલવાની જરૂર છે
વધારી વધારી જરૂરિયાતો જીવનમાં, ના એમાં તો ડૂબવાની જરૂર છે
જીવન તો છે જંગ એવો, સહનશીલતાની એમાં પ્રથમ જરૂર છે
જીવનમાં કોઈ પણ સંજોગોમાં, બહેકી જવાની તો ના જરૂર છે
જીવનમાં વધવાને આગળ, પ્રથમ તો જીવનમાં તો શાંતિની જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)