મને આપો ના કાંઈ જ્યારે, પૂછું એ જઈને હું તો કોને
પૂછું હું તો જેને ને જેને, મોકલે એ તો મને બીજે ને બીજે - પૂછું...
પૂછું જ્યાં હું તો વાત મારી, હસી એ તો કાઢે, ક્યાંથી પૂછું હું એને - પૂછું...
પૂછયું મેં તો જેને લાગ્યા મારા જેવા, મોકલ્યા જ્યાં એણે મને બીજે - પૂછું...
થઈ ગઈ જ્ઞાનની વૃદ્ધિ તો જ્યાં, નીકળ્યો અજ્ઞાનની પાર પેલે - પૂછું...
અટકાવી મારીને મારી હૈયાંની શંકાઓ, જાવા ના દીધો અજ્ઞાનની પાર પેલે - પૂછું...
ઘૂમતો ઘૂમતો રહ્યો અંધારીં રાતમાં, અટકી ના ફરિયાદ અંધકારની રે - પૂછું...
કરી ના શક્યો પ્રતીક્ષા સૂર્યકિરણોની, રહ્યો ઘૂમતો ને ઘૂમતો અંધારે - પૂછું...
પૂછું હું ત્યાં કોને, છવાયો હતો અંધકાર અજ્ઞાનનો જ્યાં સહુને હૈયે - પૂછું...
સૂર્યપ્રકાશ વિના રહ્યાં સહુ અટવાતા, હતો તો પ્રકાશ બીજા કોઈની પાસે - પૂછું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)