સમય તો દઈ ગયું, સમય તો દઈ ગયું, જે જ્ઞાન તો મને
સમજાયું ના મને, મળ્યું છે જ્ઞાન જે, મળ્યું એમાંથી તો મને
રીત હતી સમયની જગમાં, દેવું ભુલાવી, ભુલાવી દેવું તો મને
કહ્યું સમયને તો જો, સમજાવ્યું તેં જે મને, ભુલાવી ના દેજે મને
મારવા હોય ઘા મને, ભલે મારજે ઘા એ તો તું તો મને
ઘડજે મને તું એમાં એવો, પડવો પડે ના ઘડવો પાછો મને
ચાલી નથી શક્યો, રહી નથી શક્યો હું તારી સાથેને સાથે
મારીને ઘા તું હવે મને, વાળજે ના વેર એનું તું હવે
કરી હોય ભૂલ જીવનમાં જે મેં, શીખવા દેજે એમાંથી મને
દેજે સમય એવો તું મને, સુધારી શકું હું મારી ભૂલને
ડુબાડી ના દેજે તું એવો મને, રહી તારામાં કરવો છે પાર તને
ભૂલું જીવનમાં જ્યાં જ્યાં તો, અપાવી દેજે યાદ એની તું મને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)