ચડયા જે શિખરે, દેખાય શિખરો ત્યાંથી અન્ય જો ઊંચા
ચડયા જે શિખરે, એ કાંઈ ઊંચું શિખર નથી
દેખાય પ્રભુની વિશાળતા ને વ્યાપક્તા તો ત્યાંથી
એના જેવું ઊંચું બીજું કોઈ ઊંચું શિખર નથી
ચડતોને ચડતો જાજે, ઊંચાને ઊંચા શિખરો જીવનમાં
પૂર્ણતા જેવું ઊંચું, શિખર જગમાં બીજું કોઈ નથી
શિખરે શિખરે દેખાશે દૃશ્યો તો જુદા ને જુદા
પૂર્ણતાના શિખરમાં, પૂર્ણતા વિના બીજું દૃશ્ય નથી
અપૂર્ણતા જગમાં સદા ડગમગાવે છે તો જીવનને
છે પૂર્ણતાનું શિખર, ના બીજું કરે સ્થિર જીવનને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)